સુખનાજ અવસર
સુખનાજ અવસર




તું કંઈ કરી શકીશ નહીં હો,
જો,જાગે અમારો હરેક જણ,
તને હરાવવો છે મુઠ્ઠીની વાત,
જો ઘરમાં રહે મારો હરેક જણ.
તારા સાતીર ઓરતા, સપના ને,
અભરખા તું ચીનથીજ રાખ,
અહીં તો સાંજ પડે ઝબકે છે,
જાણે હોય પ્રભુનું હરેક ઘર.
તું આવ્યો તે પહેલાના ઉકાળા,
રોજ તાસડે ચડી અહીં પીવાય,
એક અજમો લવિંગ કાફી છે,
તને જો કરવો હોય જોર ઠાર.
આ હસતા મુખડાને એમ રોતલ,
તું જરાય ના માન હો કોરોના,
"આશુ" પણ,અહીં તો એમ ઉભરે,
જાણે સુખનાજ હોય બધા અવસર