વ્હાલ કર્યું
વ્હાલ કર્યું

1 min

217
ભાવતું ભોજન બનાવ્યું ને,
સૌએ સાથે પ્રેમથી ખાધું,
ઘણા વર્ષે ચોપાટ રમ્યા ને,
સૌએ અંચ્યા અંચ્યા કર્યું,
ભાઈના લગનમાં કેવડો ને,
કેવો સોહામણો લાગતો'તો,
જૂનો ફોટો ખુદનો જોયો ને,
ખુદ સાથે બહુ વહાલ કર્યું,
ભૈલુંને પપાએ ને,મને મમ્મીએ
કેવા રૂપાળા તેડ્યાં હતા બાળ,
બેનડી હજુ આવી ન્હોતી ને
મમ્મીએ કેટલું ય લાડ કર્યું,
એય કપડાં તો જોવો બસ
દિવાળીએ નવા નવા હોય,
આજ રોજ નવા પહેરીને,
પણ,ઉમંગનું ક્યાં હેત ભર્યું,
રોતું ક્યાંક જોવાય કોઈનુંએ
એ બાળ અજાણ્યું ક્યાં રહેતું,
તેડી લે આંસુ લૂછી લાડ કરે
આખા મલકે કેવું વ્હાલ કર્યું !