નવધા ભક્તિ
નવધા ભક્તિ
આજ ઘરે બેસી દેશભક્તિ દેખાડી
એક દીપ જલાવીને એકતા દેખાડી,
નવ નોરતા પુરા થયાની ઉજાણી કરી
નવધા ભક્તિની જગને હામ દેખાડી,
કોરોના હવે ગભરાશે કે કેટલા પકડું
અહીં તો એકલાએજ તાકાત દેખાડી,
હસતો છે આ ભારતનોજ હર ચહેરો
બાકી, દુનિયા આખીની આંખ પલાળી,
રડી પડ્યો આશુ ને ગદ-ગદ થઈ ગયો
કે માનવ માનવેજ બધે આગ લગાડી.