હાહાકાર
હાહાકાર


હાહાકાર થઈ ગયો છે આ જગમાં
તોય જીવવાની આશ છે આ મનમાં,
કોરોના કોરોના થઈ રહ્યું છે આ જગમાં
તોય ક્યાં લોક મોતથી ડરે છે આ મનમાં,
હું જ છું, મને કંઈ ન થાય હાલ આ જગમાં
ફરે છે અહંમનું, ખાલી પોટલું બાંધી મનમાં,
તું શું ચીજ છે ! હે માટીના પૂતળા આ જગમાં
તો અમરપટાની જીજીવિષા લઈ ફરે છે મનમાં,
રડતી આંખોય નહીં તને સઘળે આ જગમાં
હસે છે કેમ તું,આમ આંસુ છુપાવીને મનમાં.