સોનેરી સવાર
સોનેરી સવાર
આજ સપનામાં આવી'તી મારી સોનેરી સવાર !
ક્યાંક આડે હાથે મૂકાઈ ગઈ,
ફૂલો શી મહેકતી, મારી સોનેરી સવાર !
સૂરજનાં કિરણોથી ઝળકતી,
ખિલખિલાટ હસાવતી, મારી સોનેરી સવાર !
કોઈ જૂઓ તો મને કહેજો,
યાદ બહુ આવે મને, મારી સોનેરી સવાર !
કોઈએ ચોરી તો નથી ને,
સોને-રૂપે મઢેલી, મારી સોનેરી સવાર !
દૂર-દૂરથી પોકાર કરતી,
શું મારાથી રિસાઈ છે ? મારી સોનેરી સવાર !
આળસ મરડીને તે આવી,
બોલી કે હું આ રહી, મારી સોનેરી સવાર !
રમતી'તી હું સંધ્યા સાથે,
પણ હવે છું હું તારી પાસે, મારી સોનેરી સવાર !
સૂરજદાદાની નાની દીકરી,
લાવે તે શુકનનો રસથાળ, મારી સોનેરી સવાર !