કાગળ અને કલમ
કાગળ અને કલમ


આ તે કેવી મથામણ, આજે છે કાગળ ને સ્યાહી ખતમ !
આખો દિવસ રચેલી કવિતા, તું મનમાં જ રહેજે,
કાલે નવપ્રભાતનાં કિરણો સાથે તરંગે ચઢ઼જે !
થોડું આજુબાજુ જોજે, ને ઉપર નીચે જોજે,
દુનિયાને ખુશીથી, વ્હાલથી, રંગથી મઢજે !
ત્યાં સુધીમાં હું નવો કાગળ ને કલમ લાવું,
તેનાથી સૃષ્ટિની અણમોલ યાદી બનાવું !