નથી પણ
નથી પણ
નથી કોઈ સંબંધ પણ,
લાગે છે કંઈક અકબંધ છે.
નથી સમય વધારે હવે,
કહેવા કાજે મોટો નિબંધ છે.
નથી કદર તમને મારી, બાકી,
પ્રેમમાં હજુએ કોઈ અંધ છે.
નથી કોઈ ઉપવન અહીંયાં,
છતાંય રણમાં એજ મીઠી સુગંધ છે.
નથી કોઈ સંબંધ પણ,
લાગે છે કંઈક અકબંધ છે.

