STORYMIRROR

Kavi Raval

Inspirational

3  

Kavi Raval

Inspirational

ઝિંદગી

ઝિંદગી

1 min
11.6K

તારાથી કેટલી ફરિયાદો છે એ ઝિંદગી એ ન પૂછજે,

હજુ પણ તારો કોઇ સિતમ બાકી હોય તો કહેજે.

અમે તો ટેવાયેલા છીએ મુસલસલ દર્દ સહેવાના,

હજુ કોઇ નવો ઝખ્મ દેવાની ઇચ્છા હોય તો કહેજે.

સખ્ત થયા છીએ ઝમાનાની બંદિશો સામે લડીલડીને,

હજુ ય કોઇ સલાસિલ પહેરાવવી હોય તો કહેજે.

જાણું છું એ ખુદા ઘણી લાંબી મઝલ છે ઝિંદગીની,

તો ય ક્યારેક તને મારી જરુર પડે એમ હોય તો કહેજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational