STORYMIRROR

Kavi Raval

Romance Classics

4  

Kavi Raval

Romance Classics

ઝબાન એ મુહબ્બત

ઝબાન એ મુહબ્બત

1 min
66

નથી હિંદુની કે ન મુસલમાનની ઝબાન છે,

'કવિ' ઉર્દૂ તો ફકત મુહબ્બતની ઝબાન છે.


પાન કરાવે છે એ હરેકને તૌહિદની મદિરાનું,

આરતી મંદિરની એ મસ્જિદની અઝાન છે.


રેખતાની રફૂગરીની કેવી આ કમાલ છે,

મીરની ગઝલ છે એ ગાલિબનું બયાન છે.


આપે છે પૈગામ ફકત ને ફકત મુહબ્બતનો

ઇશ્વરનો હુકમ એ અલ્લાહનું ફરમાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance