Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kavi Raval

Tragedy Others

4.7  

Kavi Raval

Tragedy Others

દરિયો

દરિયો

1 min
24.3K

દરિયાને ત્યારે એની ખારાશ ફળે છે

મીઠીમધુરી નદીઓ જ્યારે એનામાં ભળે છે.

રેતી ય છે તલબગાર દરિયાના પ્રેમની

હરપળ એના સ્પર્શ માટે એ ય ટળવળે છે.

નથી નડતી એની ખારાશ માછલીને

દરિયામાં એને ય મુક્ત જીવન મળે છે.

ખારો છે પણ જિંદગીને ચાહનારો છે.

લાશને ક્યાં એના અંકમાં આશ્રય મળે છે.

સૂરજ જેવા સૂરજને ય શાતા વળે છે.

એથી જ તો સાંજ પડ્યે એ દરિયામાં ઢળે છે.

વ્યાપેલી છે અનહદ ખારાશ ભીતરે મારી

દરિયાને જોઇને 'કવિ' મને ય સુકૂન મળે છે.

Rate this content
Log in