STORYMIRROR

Kavi Raval

Romance Inspirational

4  

Kavi Raval

Romance Inspirational

રંગ પ્રેમનો

રંગ પ્રેમનો

1 min
209

પૂછ્યું આજ પિયુએ

કહે ક્યો રંગ લગાવું,

શું કહું હું તો...

હંમેશ રાતીચોળ થાતી,

એના દર્શન માત્રથી..


રચાતું રૂડું મેઘધનુષ 

શ્યામલ ચહેરા પર

એના સ્પર્શ માત્રથી..


રંગ પીઠીનો ચડી જતો

અંગઅંગ પર 

એની એક ઝલક માત્રથી


રહેતી સદાય તરબતર

એના સ્નેહની સરવાણીથી

રહેતું બારેમાસ રંગપર્વ

બસ પિયુના સંગાથથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance