રંગ
રંગ
સખી રાતો તે રંગ એ રતજગાનો,
જે પિયુની રાહમાં વિતાવું.
પછી આવે પિયુને જાણે મહોરી ઉઠે,
મારે અંગઅંગ લીલુડી ઝાંયું.
ચાંપુ ચરણ હું ને ચાંપે એ ઊર મને,
રંગાય ધનક રંગે હૈયુ.
આસમાની આંખો ને મેઘલ શી કાયા,
શ્યામલા કેશ જાણે વાદળ છાયું.
ફિક્કા છે રંગ બધા સૃષ્ટિ તણા રે,
હું તો પિયુના રંગે રંગાઉં.