STORYMIRROR

Patel Shubh

Romance Others

4  

Patel Shubh

Romance Others

પ્રેમ

પ્રેમ

1 min
278

હે તારા પ્રેમની છે આજે વાત નવી,

તારી યાદોની હવે રાહ છે ઘણી નવી,


મે તો જોયા કરું છું તારા સ્વપન હજાર,

તારા વિના આ જિંદગીનો મોળો કંસાર,


તારી યાદોનો સૂરજ હવે બનીને આવીશ,

તારા ધડકતા દિલનો હવે છાંયડો બનીશ,


તારા પૂનમના ચાંદ જેવા છે શીતળ સ્વપન,

તારા સ્વપનમાં ચાંદનીનો પડછાયો બનીશ,


દિલ મારુ પૂછે હવે છે તારી રડતી આંખોને,

તારા આંસુના ટીપે છે હવે આ પ્રેમનો સાગર,


તારા પ્રેમના સાગરમાં રહ્યો હું નાવિક એકલો,

તારા જીવનની હોડીનો હું આસિયારો એકલો,


શ્વાસોના વિશ્વાસની આવી રમત છે અનોખી,

આ રમતના શ્વાસોમાં હું તારો સાથી એકલો,


પ્રેમની આ તકલીફને વાત છે કેવી એ મજાની,

ધડકતી યાદોમાં હવે આ જિંદગી છે મજાની,


જોયા કર્યા છે હવે જિંદગીના અનોખા છે ખેલ,

કોઈના આંસુએ રમે તો કોઈ લોહીથી હવે રમે,


કોઈ જિંદગી રમે તો કોઈ વિશ્વાસ છે આ રમે,

જીવનની છે યાદો તારી મારી ધડકતા દિલથી રમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance