STORYMIRROR

Vishal Joshi

Romance

4  

Vishal Joshi

Romance

તડકો

તડકો

1 min
305

વરસતી અગન શિખાઓ

અને તરસતી સર્વ તૃષાઓ

ભડભડ દઝાડતી લૂ

અને એમાંય મારામાં ઝરતી તું

બેઉને સમાવતી મારી જાત

જોઈએ કોણ કોને કરે મ્હાત ?


મેં તો ધખતા બપોરે પણ તને વળગાડી ગળે

રોમ રોમમાં બરફ ભભૂકતો ઓગળે

છેક આઠમા કોઠે નીતરતી શીતળતા

અને શ્વાસમાં ઠંડક મળે

જો સામે ઊંડા નિ:સાસા નાખતો 

પરાસ્ત થઈને સુઈ ગયો તડકો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance