મને ના આવડે એવું
મને ના આવડે એવું
1 min
27.7K
છુપાવું યાદનો અવસર મને ના આવડે એવું.
કહું હું આંખમાં કસ્તર મને ના આવડે એવું.
મને તું પ્રશ્ન પૂછે ને તને ગમતો સદા એવો-
તરત આપી શકું ઉત્તર મને ના આવડે એવું.
ઘરે તું આંગણાંમાં ચણ અને જળઠીબ રાખે છો,
અહીં ગોફણ મહીં પથ્થર મને ના આવડે એવું.
કદી લૂછી શકું તો એક આંસુ લૂછવું મારે,
રહે ક્યાં લોકમાં ઈશ્વર મને ના આવડે એવું.
અહીં તો એક વત્તા એક ધારો એટલા થાયે,
બધાનું છે અલગ ભણતર મને ના આવડે એવું.
