STORYMIRROR

vishal joshi

Others

3  

vishal joshi

Others

અંતરનું ગીત

અંતરનું ગીત

1 min
13.9K


અંતરનાં તાર તાર વીંધે જે આરપાર પેલ્લાં છાંટા મારે કામનાં.

બીજા વરસાદ ખાલી નામનાં.


એનો રુઆબ કાંઈ ઓછો નથી જે ધસમસતું જળ તને વાગે.

ધોધમાર પલળ્યાનાં ધારદાર કિસ્સાઓ ધબકારે ધબકારે જાગે.


પેલ્લાં છાંટાની ત્રમઝટમાં તૂટી જતાં તાળા ત્વચા નામે ગામનાં.

બીજા વરસાદ ખાલી નામનાં.


નાન્નેરા ટેરવેથી ધીંગી ધરામાં અહીં સગપણ વેર્યાં મેં તો મોટાં.

ભીતરનો ભેજ ભળે, ઉપરથી હેત વહે, ફૂટે ના કેમ પછી કોંટાં?


અમીયલ છાંટણે ભીંજાતા રહીયે, આપણે રખોપાં રાજા રામનાં.

બીજા વરસાદ ખાલી નામનાં.


Rate this content
Log in