STORYMIRROR

Nikita Panchal

Romance Others

4  

Nikita Panchal

Romance Others

તને મારો બનાવી દઉં

તને મારો બનાવી દઉં

1 min
326

તને મારી આંખમાં તો ડાઉનલોડ કર્યો છે,

તું કહે તો તને મારા દિલમાં સેવ કરી દઉં.


તને મેં મારી ફેસબુક વોલમાં તો રાખ્યો છે, 

તું કહે તો ફેસબુકની સ્ટોરી બનાવી દઉં.


તને મેં મારી ફોનની ગેલેરીમાં તો રાખ્યો છે,

તું કહે તો મારું વોટ્સએપ ડીપી બનાવી દઉં.


તને મેં મારું ઇન્સ્ટાનું પેજ તો બનાવ્યું છે,

તું કહે તો ઇન્સ્ટાની હાઈલાઇટ બનાવી દઉં.


તને મેં મારી સ્નેપચેટમાં તો રાખ્યો છે,

તું કહે તો મારો સ્નેપશૂટ બનાવી દઉં.


તને મેં મારા માઈન્ડમાં પ્રોટેકટ તો કર્યો છે,

તું કહે તો તને હું બધામાં ફેમસ કરી દઉં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance