તારી કરામત
તારી કરામત
નહોતી ખબર કે કેવી છે તુજ વાચા ?
જાણવું જ હતું મારે તો તારું મૌન,
પણ તારી વાતોની કરામતે મન મોહી લીધું,
આંખોથી જાણવી'તી આંખોની ભાષા,
ને વાંચવા ગમતા મને તારા લોચન,
પણ તારા શબ્દોની કરામતે મન મોહી લીધું,
દિલમાં તને મારાં વસાવવાની આશા,
ને નિરખવું ગમતું મને તારું જ વદન,
પણ મોહક સ્મિતની કરામતે દિલ ચોરી લીધું,
મહેક તારી મને જાણવાની જિજ્ઞાસા,
ને સજાવવું હતું તારા માટે મારું તન,
પણ તારી 'સુવાસ' ની કરામતે મન મોહી લીધું.

