ચુંબકીય આકર્ષણ
ચુંબકીય આકર્ષણ
થોડી થોડી વારે તને જોવાનું મન થાય,
એવું તે કેવું તારું ચુંબકીય આકર્ષણ ?
તારામાં કંઈ નવું ન દેખાય,
તો યે આંગળીઓ ફેરવાય,
તું સ્હેજ નજરથી દૂર થાય,
ને સૌને હૈયે ગભરામણ થાય,
તારા લીધે જ તો તૈયાર થવાય,
નિતનવા ફોટા પણ રોજ પડાય,
સ્હેજ કંઈક નવીન દેખાય ને
યાદ તારી આવી જ જાય,
ક્યાંક કોઈ સુંદર કામ થાય,
ક્યાંક કોઈ મોત પણ થાય !
ગુના પણ ઘણા ઘણા થાય,
તો ક્યારેક અકસ્માત સર્જાય,
ને યાદ તારી આવી જ જાય,
માનવતા જાણે સંપૂર્ણ ભૂલાય,
કોઈક ને મરતા પણ દેખાય
ને બસ ઘટનાના ફજેતા થાય
તારામાં વિડીયો લઈ લેવાય,
પણ મદદની ઈચ્છા ન થાય.
ધોળા દિવસે કોઈ ખૂન થાય,
દીકરીની ચીસો ચોપાસ પીંખાય,
તોયે માત્ર એના વીડિયો જ લેવાય,
મદદની જરાય ઈચ્છા જ ન થાય,
દયાની ભાવના સાવ જ ભૂલાય,
ઓ મોબાઈલ, એવું તે કેવું તારું ચુંબકીય આકર્ષણ !
ઓ મોબાઈલ, એવું તે કેવું તારું ચુંબકીય આકર્ષણ !
