STORYMIRROR

Krishna Thakor

Children

4  

Krishna Thakor

Children

માતૃભાષા ગુજરાતી

માતૃભાષા ગુજરાતી

1 min
383

તારી વાણી મને મીઠી લાગતી

દિલમાં નવી આશા જગાવતી,

તું જ ભાષા હું નિત સાંભળતી

એ જ મારી પણ ભાષા બનતી.

મારી માતૃભાષા છે ગુજરાતી.


હરપલ લાગણીઓથી ભીંજાતી

હૃદયના ઊર્મિભાવથી છલકાતી

એ વિચારી હું ઉમંગે હરખાતી

મારી માતૃભાષા છે ગુજરાતી,


નરસિંહ મહેતાના પદોમાં

તો પન્નાલાલની કથાઓમાં

સૌરાષ્ટ્રની રસિક રસધારમાં

તો વળી આ શબ્દવાવેતરમાં

બધે મારી ભાષા જ ગૌરવવંતી

મારી માતૃભાષા છે ગુજરાતી,


'અ' અભણથી શરૂ થાતી

'જ્ઞ' જ્ઞાની અમને બનાવતી

વિશ્વની એ ભાષા ગુજરાતી

મારી માતૃભાષા છે ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Children