સપના અપાર
સપના અપાર




આંખોમાં મસ્તીના સપના અપાર,
આંબવા છે તારા ને ઊંચુ આકાશ,
ઊડવું છે ફેલાવી મોટેરી પાંખ.
ઊગવું છે આંગણે વૃક્ષની જેમ,
બનવું તો ઊંચું તાડનું ઝાડ,
અડવું છે ઊંચા ઉગી આકાશ,
વીણવા છે બાગમાં ફૂલડાં અમાપ,
સુગંધિત લહેર થઈ ભમવું વનરાઈ,
પહોંચવું છે એણે ક્ષિતિજની પાર.
અવનવી ગાડીઓની આવે ભરમાણ,
પણ એને પહોંચવુ ચાંદામામાની પાસ,
અંતરીક્ષમાં ભાગે લઈ રોકેટ વિમાન.