પગલી
પગલી
1 min
23.7K
હાથ પર હાથ ધરીને આંગણિયું અમે રચીએ
કરાવવા તારી પાપા પગલી પ્રભુને અમે વંદીએ
એક મેકનો પ્રેમ બીજને મેં મારા ઉદરે રોપ્યું,
ફૂલ ખીલ્યું મારા ઉરઆંગણિયે રમવા આંબલી પીપળી.
હેતની હેલીથી ભીંજવતી મહેકતું મારુ ફળીયું,
નાના પગમાં પાયલ શોભે ગુંજતું મારુ ખોરડું.
ફૂલડું થઈને તું રહે ફોરમતી સદાય હસ્તી રહેજે,
મારા આંખના અધૂરાં સપનાં તું પુરા..જીવજે.
મારાં ઘરની તું લાડકડી કુળ તારું દીપાવજે,
હથેળીમાં તને પગલાં પડાવી સાસરીએ વળાવું.
હાથ પર હાથ ધરીને થામું તારી પગલી.
પા પા..પગલી કરતી જ્યારે ઊર્મિઓની ઢગલી.