STORYMIRROR

ILABEN MISTRI

Fantasy

3  

ILABEN MISTRI

Fantasy

મિત્રોની મહેફિલ

મિત્રોની મહેફિલ

1 min
11.4K


જૂનાં રસ્તે ભૂલો પડ્યો,

ડગલે-પગલે દોસ્તોનો પગરવ ભળ્યો.


ચાલને જોઈ વળુ,

એ કોલેજનો ગેટ.


જ્યા મિત્રોનાં મધપૂડા જામતાં,

પકોડા-ચટણી પર આફત પડતી.


ખાલી પ્લેટ પર આંગળી ફરતી

ચાલને ફરી એ સ્વાદ માણું,


નાસ્તાઘર નવા રૂપે...

માંડ માંડ મળ્યું.


ખિસ્સામાં હાથ નાખી 

પચાને બદલે પાંચસો કાઢ્યાં,


રોફને કાયમ રાખવા.

પકોડા સાથે ચટણી કાંદા...


"ભભરાવજે મરી મસાલા ઝાઝા.

મૂકજે બે-ચાર નમતા પાછા

ખાશે સાથે દોસ્ત અમારા"


ઓળખી પાડ્યા ને...રાજા,

પણ સાથે ક્યાં છે વાનર સેના?


જોયું મેં મારી ડાબે-જમણે

મિત્રો?? મારા કયાં ગયા?


અરે ! હા હું તો ભૂલો પડ્યો હતો,

મિત્રોની યાદની મહેફિલમાં.


નીકળી ગયો વળતા પગલે,

પચાથી પાંચસોના,

બંડલ છાપવા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy