ત્રિભેટ
ત્રિભેટ


માનવજાત,
કોરોનાએ રાખી છે,
બાનમાં આજ.
પૂરતો પંખી,
પોષતો ઘણા શોખ,
પાંજરે બંધ.
ક્યારે મળે,
ઉડવાને આકાશ,
ફફડે પાંખ.
માર્ગ મળે ના,
ત્રિભેટે દેશ મારો,
હું અટકાયો.
આંબશું અમે,
લાલ, પીળીની પાર,
લીલી રેખાને.
હે ભગવાન,
પ્રાર્થના નિશ-દિન,
આઝાદી બક્ષ.