વિશ્વ કવિતા દિવસ
વિશ્વ કવિતા દિવસ
હું લખું મારી લાગણી ને તું અનુભવે એ જ તો મારી કવિતા બને,
હું વેરું શબ્દ ને તું લાગણીના સંબંધો ભેગા કરે એ જ કવિતા બને,
હું લખું અંતરની વેદના ને તું આંસુ સારે ત્યારે મારી કવિતા બને,
હું લખું ઉત્સાહ ને તારા ચહેરા પર હાસ્ય આવે ત્યારે બને કવિતા,
હું લખું ઉદાસીને તું અનુભવે અજંપો ત્યારે બને કવિતા,
હું લખું યાદો તારી ને તું દોડી આવે મળવા મને ત્યારે બને કવિતા !
હું લખું રાધાનો પ્રેમ ક્રિષ્ના માટે ને તું અનુભવે તારા માટે ત્યારે બને કવિતા !
હું લખું મીરાંની ભક્તિ ને તું દરેક મુશ્કેલીને કવિતામાં અનુભવે ત્યારે બને કવિતા,
હું લખું ' સ્નેહ ' ને તું સમજે મને ' સ્નેહની સરવાણી ' ત્યારે બને કવિતા,
