STORYMIRROR

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

3  

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

મરણ બાદ

મરણ બાદ

1 min
151

એટલું હાસ્ય તો જરૂર ફેલાવી શકું,

મારાં મરણ પર આપ સૌને રડાવી શકું,


જમીન પર ઢોળાયેલા પાણીનો ખાલી ઘડો છું,

આપ ઈચ્છો તો સ્નેહથી છલોછલ ભરી શકું,


ગાઢ નિદ્રામાંથી જ ઉઠાડે છે રોજ તું મને,

કહે તું મને, હું તને જ કેમ ભરમાવી શકું ? 


ક્યાંક અજંપો ઘૂંટાયા કરે છે અંદરો અંદર,

તું ના પૂછે ત્યાં સુધી હું કેમ જણાવી શકું ? 


મૃત્યુ બાદ સરનામું મારું સ્વર્ગ કે નર્ક હોય,

હું ક્યાં એ ખુલ્લા 'નેત્રમ'થી જાણી શકું ? 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract