સલામ રાષ્ટ્રવીરને
સલામ રાષ્ટ્રવીરને
હે શૂરવીર ધન્ય છે તારા ખમીરને,
આપ્યો નથી જવાબ નિતરતા રુધિરને.
કોઈના ઘરનો દીપ બુઝાઇ ગયો હશે,
લિપટી રહ્યો છે આજ તિરંગો શરીરને.
ધગધગતું લાલ રક્ત વહે છે ઉફાન પર,
હર એક ભારતીય જગાવો ઝમીરને.
અંજામ દુસસાહસનો થશે એજ અંતમાં,
ઓળંગશે ફરીથી જો રાવણ લકીરને.
રહેશે સદાય દેશ ઉપર ઋણ એમનું,
તો બા અદબ સલામ કરો રાષ્ટ્રવીરને.