બની ગયો છું
બની ગયો છું
મારા જ માણસોની અડચણ બની ગયો છું,
ચિંતાનું એક નક્કર કારણ બની ગયો છું,
તૂટી છે સૌની ત્યારે , આશા અને અપેક્ષા,
બનવું હતું સમંદર, હું રણ બની ગયો છું.
હું શબ્દ છું ને ખોટો ઉચ્ચાર થઇ ગયો છું,
નહોતું જ એવુ બનવું, તો પણ બની ગયો છું.
નીકળી પડ્યો હતો હું રોમાંચની સફરમાં,
સસ્પેન્સથી ભરેલું પ્રકરણ બની ગયો છું.
એવી સિફતથી લોકો જોઈ રહે છે સામે,
જાણે કે હું જગતનું ભારણ બની ગયો છું.
