STORYMIRROR

Ashish Makwana

Others

4  

Ashish Makwana

Others

ચાલ્યા કરે

ચાલ્યા કરે

1 min
296

જીવ લઈને હાથમાં ચાલ્યા કરે, 

કંટકો પગરવ તળે વાગ્યા કરે, 


રોજ મારા સ્વપ્નમાં આવ્યા કરે,

એષણાઓ રૂપ બદલાવ્યા કરે


વસવસાની રણભૂમીમાં રાતભર,

આંસુઓના અશ્વ દોડાવ્યા કરે.


ગામના દ્વારે ટકોરા આપણા, 

કોઈ મારું દ્વાર ખખડાવ્યા કરે 


નામ એનું છે "ઉપરવાળો" છતાં,

મંદિરોમાં મૂરતી સ્થાપ્યા કરે.


એ હદે લાચાર માનવતા થઇ,

હાથ જોડી,હાથ ફેલાવ્યા કરે.


જ્યા કથા છે ત્યાં વ્યથા નિશ્ચિત છે,

છોડ તું, સંસાર છે, ચાલ્યા કરે.


Rate this content
Log in