STORYMIRROR

Ashish Makwana

Others

3  

Ashish Makwana

Others

માણસ છે

માણસ છે

1 min
118

કરે જે પાપ, માણસ છે,

કરી દે માફ, માણસ છે,


મસાલેદાર માણસ છે,

ને ધુંવાધાર માણસ છે,


બહું વિખ્યાત માણસ છે,

કશે બદનામ માણસ છે,


ઘણો તૈયાર માણસ છે,

છતા બેકાર માણસ છે,


હૃદયની પાસ માણસ છે,

સમજની બહાર માણસ છે.


બહું તૂટી ગયેલો છે,

ભરોસો આપ, માણસ છે.


ગમે તે આખરે કર પણ , 

એ ખાશે થાપ, માણસ છે.


Rate this content
Log in