સમજી શક્યો નહિ.
સમજી શક્યો નહિ.
એવી ઘણીય વાતને સમજી શક્યો નહિ,
કોશિશ કરું છું, આપને સમજી શક્યો નહિ,
તેઓ છતાં રહે છે, હૃદયની બહું નજીક,
છો એમના સ્વભાવને સમજી શક્યો નહિ.
દેખ્યા પછી દિમાગમાં દુશ્મનના શસ્ત્રને,
હું દોસ્તના વિચારને સમજી શક્યો નહિ.
હાવી બની ગયો છે નશો, દિલ દિમાગ પર,
કારણ કે આ શરાબને સમજી શક્યો નહિ.
કોશિશ કરી છે સૌને સમજવાની એટલે,
ખુદ હું જ મારી જાતને સમજી શક્યો નહિ.
