STORYMIRROR

Ashish Makwana

Abstract Tragedy

4  

Ashish Makwana

Abstract Tragedy

જીવનનું ગણિત

જીવનનું ગણિત

1 min
354

સઘળો હિસાબ થાય છે, ઈશ્વરની રીતમાં,

કર્મો વધે છે શેષ, જીવનના ગણિતમાં,


ઝાકળનો જે પ્રભાવ હતો ફૂલની ઉપર

એવી મળી છે તાજગી, શબ્દોને ગીતમાં,


ખારાશ આંખની છે એ દરિયાને ખ્યાલ છે,

તું બેખબર નદી અરે ! ઉછળે છે પ્રીતમાં ! 


આપીને હાર, જીત એ ઉજવી શક્યા નહીઁ, 

ઉજવી લીધી છે હાર અમે સૌની જીતમાં,


લાગી ગયા ભવિષ્યને તાળા સવાલના, 

જા જોઈ લે, જવાબ છે તારા અતિતમાં,


બંને અલગ અલગ છે કિનારા નદી તણા,

રહેવું અલગ ઉપાય હતો સૌના હિતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract