વળી ના શક્યો
વળી ના શક્યો
એ કબીલાની અંદર ભળી ના શક્યો,
એક ડગલું ય પાછું વળી ના શક્યો,
ધખધખ્યો છું યુગોથી અગનજાળમાં,
સૂર્યની જેમ હું પણ બળી ના શક્યો,
બંધ આંખો કરી, સૌએ માંગી લીધું,
એ સિતારો પછી ઝળહળી ના શક્યો.
એ છતાં એ મને કેમ પામી ગયા ?
કોઈ દિવસ હું એને મળી ના શક્યો,
આ સમજણો થયાં બાદ સમજાય છે,
એ તમારો ઈશારો કળી ના શક્યો.
