STORYMIRROR

Ashish Makwana

Inspirational

4  

Ashish Makwana

Inspirational

સૌની ભલાઈ

સૌની ભલાઈ

1 min
223

મજા છે માફ કરવામાં, મજા ભૂલી જવામાં છે, 

જરાં મન રાખવું મોટુ, ભલાઈ સૌની આમાં છે.


શરીફો પણ હવે ઉતરી ગયા છે બત્તમીઝી પર, 

ભરી છે નોટ ખિસ્સામાં વગર પીધે નશામાં છે.


ઉમળકો મોજનો આવે , કે કોઈ ગમના કિસ્સા હો,

મને એ ખ્યાલ છે કે આ તમારા કારનામા છે.


જીવનપથમાં ઘણાની એ રીતે બસ ઉમ્ર વીતી ગઈ,

સમયનો કાચબો દોડે, ને સસલાના વિસામા છે.


દવા હું લઉં છું એનાથી છે આખા ઘરને રાહત પણ, 

જો આ એવી બીમારી છે કે ઉપચારો નકામા છે.


જીવીશું જીંદગી, એવી અમર આશા હજુ પણ છે, 

રહ્યું તન્હાઈમાં દિલ , જીંદગી પણ વ્યસ્તતામાં છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational