અલગ
અલગ
1 min
266
જીવ્યો છું જે હું, જિંદગાની અલગ છે,
હકીકતથી આખી કહાની અલગ છે.
નથી મંદિરોમાં, નથી મસ્જિદોમાં,
છબી સૌના દિલમાં ખુદાની અલગ છે.
પરિચયમાં કોણે ઉમેર્યા કલંકો,
ખરેખરની તો ખાનદાની અલગ છે.
અમારી અલગ છે વિચારોની ધારા,
નવી પણ અલગ છે, પુરાની અલગ છે,
રહે એક સરખી જો ખુદના વિષય હો,
બીજા પર તો સૌની જુબાની અલગ છે,
અલગ છે ઉદાસી, અલગ છે વિષાદો,
ઘરે આંસુઓની નિશાની અલગ છે,
સરળ વાત થઇ જાય છે ટેરવેથી,
ગઝલ રીત કેવી મજાની અલગ છે !
