‘અષાઢી બીજ’ અને કચ્છ
‘અષાઢી બીજ’ અને કચ્છ
‘અષાઢી બીજ’ છે નવું વર્ષ કચ્છીઓનું, કચ્છ માટે એક મોટો તહેવાર છે
દુષ્કાળના ઓછાયા તળે, રાગ મલ્હાર કચ્છીઓની ભરોસાવાળી એક પુકાર છે,
‘વરસો રે મેઘા મેઘા વરસો’ ની ચારે તરફ છવાયેલી હોય છે સોનેરી તર્જ
‘ધરતી તોજો લાડો આયો’ની કચ્છી પંક્તિ સદાબહાર છે,
વીજ, વાદળી અને ‘અષાઢી બીજ’ની શકનના અમી છાંટણા પણ પડી જાય યાર
લખ લખ વધાઈયું ના આપ લે ના સંદેશ સાથે, કચ્છી હૈયા શ્રીકાર છે,
મોરલા ગહેકે, કોયલ ટહુકે, વીજળી ચમકેનો હોય હર્ષોલ્લાસ
અષાઢી બીજનો વરસાદ તો, કચ્છની ખુશીઓનો દાતાર છે,
દુષ્કાળની હાર અને જિંદગીની જીતનું બની રહે છે ‘અષાઢી’ ગીત
વરસાદની બુંદ બુંદ સંગીતમાં, કવિઓની ગઝલ પણ ગુલઝાર છે.