STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

1 min
375

મોટો મોટો ફાંદો લઈને,

ફરતો રહેતો આ જગમાં,

શેઠ બનીને ફૂલ્યો ફરતો,

ફરતો રહેતો હું વટમાં,

ના જાણું રોગનું ઘર,


બોલું ત્યાં તો હાંફ ચડે,

ને ચાલુ ત્યાં પરસેવો થાય,

કામ કરું ત્યાં શ્વાસ ચડે,

ને ઠાલો ઠાલો જીવ ગભરાય,

ડોક્ટર કેરું ઘર ભાળીને

જીવલડો અકળાય,

ના જાણું રોગનું ઘર,


ઈન્ટરનેટ પર ઓફિસ ચાલે,

મોબાઈલ પર વહેવાર,

ઓનલાઇન શોપિંગ થઈ જાતું,

હલન ચલન ન કેમે થાતું,

મોટા મોટા બિલ ભાળીને,

જીવલડો અકળાય,

ના જાણું રોગનું ઘર,


સ્વિગી, ઝોમેટો લલચાવે

 નવી નવી ડિશો ખવડાવે,

ડિસ્કાઉન્ટ માંહે રોગો મળતા,

આવી જીભલડીને છળતા,

ઘરનું ખાવાનું વિસરીને,

જીવલડો અકળાય,

ના જાણું રોગનું ઘર,


ડાયાબિટીસ ને બી,પી, આવે,

કોલાઈટીસ ને અલ્સર આવે,

હાર્ટ એટેક તો જીવ લઈ લેતો,

ને અલ્ઝાઇમર બહુ સતાવે,

હોસ્પિટલ કેરા પગથિયા ચડી,

જીવલડો અકળાય,

ના જાણું રોગનું ઘર,


છેવટ તો મેં નિર્ણય લઈને,

જઈને જીમ જોડી દીધું,

વેગન થઈને સાત્વિક ભોજન,

લેવાનું મેં શરૂ કરી દીધું,

યોગા સંગે યોગ કરીને

જીવડો રાજી રાજી થાય

ઘટ્યું રોગ તણું એ ઘર,


જીભડી કેરા ચટાકા મેલો

 નિજાનંદમાં નિશદિન ખેલો,

ધ્યાન લગાવી મનને વાળો,

 રોગ તણી આફતને ખાળો,

નંદી નિરોગી જીવન થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract