STORYMIRROR

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

વ્હાલાનો વાસ

વ્હાલાનો વાસ

1 min
157

નયન ઝરખે તારી મૂર્તિ રે..

અંતરિયે તારો આવાસ મારા વ્હાલા..


મળવાને તુજને ઝૂરતી રે,

શાને તું કર તો ઉદાસ મારા વ્હાલા..


આઠે પહોરે તને નીરખું રે,

તોય ન બૂઝતી પ્યાસ મારા વ્હાલા..


મૂર્તિ ભાળીને તારી હરખું રે,

આ વિષમ તો મારે શ્વાસ મારા વ્હાલા..


મનડું નાચે છે તારા તાનમાં રે,

રચતો અંતરિયે રાસ મારા વ્હાલા..


હૈયાને ગોખે તને સ્થાપ્યો રે,

કાળજડે તારો વિશ્વાસ મારા વ્હાલા..


દાસી બનીને નંદી વીનવે રે,

રાખજે સદાય તારી પાસ મારા વ્હાલા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract