STORYMIRROR

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

ભ્રુણની વ્યથા

ભ્રુણની વ્યથા

1 min
116

અંદરથી ઊઠતો અવાજ,

માડી તને મળવા અધીર છું,

તારો જ અંશ છું, 

ને તારો જ વંશ છું,

હું છું તારા હૈયાનું હીર,

 માડી તને મળવા અધીર છું,


માડી તારું રુપ મારે

અંતર ઉતાર્યું,

પિતા કેરું કાળજું

કાળજે કંડાર્યુ,

પુરી અંતરિયે તારી તસ્વીર,

 માડી તને મળવા અધીર છું,


શીદ ના તું બોલતી, 

મોઢું ના ખોલતી,

શાને તારી આંખડીથી

આંસુડા ઢોળતી ?

શીદને તુ થઈ ગઈ ગંભીર ?

 માડી તને મળવા અધીર છું,


દાદી શાને રોકતી ?

શાને તને ટોકતી ?

દીકરીનાં નામે એ,

ઝેર શીદ ઓકતી ?

એને પરવા ના મારી લગીર,

માડી તને મળવા અધીર છું,


દીકરી થઈ કૂખ વસી,

એ તો સૌ સૌનું નસીબ,

તમે હણવા શીદને 

બેઠા મુજ હીર,

 માડી તને મળવા અધીર છું,


ધરતી પર આવી તારા

 કુળને ઉજાળીશ,

વ્હાલે નવડાવીશ,

ને ઘડપણમાં પાળીશ,

ચલાવો ના શસ્ત્રો ના તીર,

માડી તને મળવા અધીર છું,


દીવડી બનીને તારાં 

ઘરને અજવાળીશ,

ભણી ગણી દેશ તણાં,

નામને ગજાવીશ,

શીદને કરો હત્યા દઈ પીડ ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract