STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

તૂટેલો સમય

તૂટેલો સમય

1 min
298

સૃષ્ટિ સર્જનકાળથી,

ચાલી આવતી અખંડ ધારા,

એટલે કે સમય,

નથી અટકતો, નથી તૂટતો,

છતાંય સમયના ટુકડાઓ,

સંજોરીને ઇતિહાસ લખાય છે,


જ્યારે તે અનુભવોની ગાથા બને,

ત્યારે તો ઇતિહાસ રચાય છે,

કોક તૂટેલા સમયના ટુકડા,

અંતરને મનમાં ભોંકાયા કરે,

જ્યારે કેટલાક ટુકડા,

મલમ બની અંતરને શાતા અર્પે,

પ્રત્યેક જીવ આ ટુકડા જોડીને,

જીવા દોરીને લંબાવવાનો,

સતત પ્રયત્ન કરે છે,


જે આ સમયના ટુકડાને,

જોડી સુંદર ચિત્ર ખડું કરે,

સમય તેને માથે ચડાવે છે,

પરંતુ જે તેને વેડફે છે,

તેનો તે ઉપહાસ કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract