જિંદગીથી મુલાકાત
જિંદગીથી મુલાકાત
1 min
177
જતી હતી શમણાની વાટે,
ત્યાં જિંદગીથી મુલાકાત થઈ ગઈ.
બે ઘડી તેને મળવા રોકાઈ ગઈ,
મારી પળેપળમાં હું તેને,
સમાવવા તૈયાર થઈ ગઈ.
પણ જ્યારે નક્કર હકીકતથી
રૂબરૂ થઈ ગઈ,
પગ નીચેની જમીન સરકી ગઈ.
શમણાની સોગાદ વહી ગઈ,
જિંદગીના અટપટા દાવમાં અટવાઈ ગઈ.
છેવટ અનુભવોને પામી,
નંદી સમૃદ્ધ થઈ ગઈ.
