અકબંધ અચરજ
અકબંધ અચરજ
મેં ઉંમરનો તકાજો ખાળ્યો,
ને સમયને પાછો વાળ્યો,
ન મેં અરિસાને છેતર્યો,
કે ન શબ્દથી કો'માનવ વેતર્યો,
વહેંચી પ્રેમ, મનખો ઉજાળ્યો,
ને સમયને પાછો વાળ્યો,
આંખ્યુંમાં અચરજ અકબંધ રાખી,
અંતરની ભાષા ઉકેલી નાખી,
કપટદાવનો થપ્પો ટાળ્યો,
ને સમયને પાછો વાળ્યો,
શમણાંને પલકોમાં સમાવી,
સંતોષ કેરી મૂડી જમાવી,
સરળતામાં હરિવરને ભાળ્યો,
ને સમયને પાછો વાળ્યો,
રેત સમાણો છોને સરકે,
નંદીનું ના રૂવાંડુ ફરકે,
બની બાળક મેં એને પંપાળ્યો,
ને સમયને પાછો વાળ્યો.