STORYMIRROR

Nardi Parekh

Inspirational

4  

Nardi Parekh

Inspirational

ઘર દીવડી

ઘર દીવડી

1 min
372

દીકરી છે, દીવડી રે,

આવી મારા ઘરને અજવાળતી.

ગુંજે એનો ઘરમાં કિલકાર,

આવી મારુ આંગણ શોભાવતી.


દીકરી છે મારો વ્હાલ તણો દરિયો,

વ્હાલનો એ દરિયો, કાળજડે કોરિયો.

કરે મારે અંતર ઘુઘવાટ....

આવી મારુ આંગણ શોભાવતી.


કાલા ઘેલા બોલથી, મનડું લોભાવતી,

લટકા ને મટકા કરી, સૌને લલચાવતી.

રણકાવી ઝાંઝર ઝણકાર,

આવી મારુ આંગણ શોભાવતી.


છો ને એ દીકરી, બની જતી માવડી.

સાતે પેઢીની, એ તારી દેતી નાવડી.

લેતી રે'તી સૌની દરકાર....

આવી મારુ આંગણ શોભાવતી.


આંગણિયું છોડે પણ નાતો ના તોડતી.

અંતરના તારથી સૌને એ જોડતી.

અણી વેળા દોડી આવે વ્હાર..

આવી મારુ આંગણ શોભાવતી.


નંદી બની દીકરી જગ ને ઘમરોળતી,

હદમાં રહી અનહદના દ્વાર એ તો ખોલતી.

સફળ કરે મળેલો અવતાર...

આવી મારુ આંગણ શોભાવતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational