STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

પ્રિયતમનો પ્રેમ

પ્રિયતમનો પ્રેમ

1 min
256

પ્રિયતમનો પ્રેમ,

કેમે ઓછો ના થાય,

હૈયું છલકાવી,

મારે અંતર ઉભરાય,


મહેંદીનાં રંગમાં,

આવી છલકતો,

હોઠો પર મારાં,

આવી મલકતો,


અંગે અંગ પ્રિયતમની,

પ્રીતડી લહેરાય,

પ્રિયતમનો પ્રેમ,

કેમે ઓછો ના થાય,

પ્રિયતમનો પ્રેમ નથી,

કામનાનો ભૂખ્યો,


વાદળ બનીને,

મારે અંતર ઝળુંબ્યો,

ક્ષણે ક્ષણે અનુભવ,

સામીપ્યનો થાય,


પ્રિયતમનો પ્રેમ,

કેમે ઓછો ના થાય,

ઉંમરની સાથે સાથે,

વધતો રે રહેતો,


પરસ્પરની વેદનાઓ,

સહેતો રે રહેતો,

ઘડપણમાં સાચી એની,

કિંમત સમજાય,


પ્રિયતમનો પ્રેમ,

કેમે ઓછો ના થાય,

વિખરાયે જ્યારે,

પંખીનો માળો,

ત્યારે આ સહવાસ,

લાગે રૂપાળો,


કેમે કરી નંદી,

ના વિરહ સહેવાય

પ્રિયતમનો પ્રેમ,

કેમે ઓછો ના થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract