STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

જીવન પતંગ

જીવન પતંગ

1 min
319

આશા કેરી દોરે બાંધી,

જીવન કેરી પતંગ,

એના નવાં નવાં છે રંગ,


નિષ્ઠા કેરી કન્ના બાંધે,

નિશ્ચય કેરી ગાંઠથી સાંધે,

શામણા કેરા આકાશે એ,

 નિત્ય ચગાવે પતંગ,

એના નવા નવા છે રંગ,


મુસીબતોનો પવન ફૂંકાતો,

પતંગ જીવનનો ઘૂમરી ખાતો,

શ્રદ્ધા કેરી ટીચકી મારે ત્યાં,

થાતો સ્થિર પતંગ,

એના નવા નવા છે રંગ,


ચિતડાની જ્યાં ફીરકી છૂટતી,

મનની દોર ઢીલી થઈ જાતી,

હુંપદ સંગે પેચ લડે તો,

 નીશ્ચે કપાતો પતંગ,


એના નવા નવા છે રંગ,

દોર હરિને હાથે સોંપો,

ફીરકી અંતરિયાને સોંપો,

અનંત કેરા આસમાનમાં,

નંદી ઊડાવે પતંગ,

એના નવા નવા છે રંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract