Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Inspirational

4  

Nardi Parekh

Inspirational

પારકી થાપણ

પારકી થાપણ

1 min
292


અંતરથી ઉઠતો અવાજ,

દિકરી તું શાને થતી પારકી ?

વિરહની વેદના દઈ,

દિકરી તું શાને થતી પારકી ?


એક જ ક્યારીમાં, તમે બંને મહોરિયા,

એક જાય વેલડીમાં, બીજો લાવે વેલડી,

બન્નેમાં અંતર ઉભરાય,

દિકરી તું શાને થતી પારકી ?


લટકાં ને મટકા કરી, હૈયું છલકાવતી,

સુખમાં કે દુઃખમાં, મુખડું મલકાવતી,

તારાં નખરાં સહ્યાં નવ જાય,

દિકરી તું શાને થતી પારકી ?


અંતરનાં ઓઘથી, ઘરને અજવાળતી,

માતૃત્વ સદા તારાં, અંતરમાં પાળતી,

તારાં ત્યાગ તણાં મોલ નવ થાય,

દિકરી તું શાને થતી પારકી ?


શમણાં સૌ ત્યાગતી, પિયર પણ ત્યાગતી,

પારકાને પોતાના, કરે અનુરાગથી,

સાતે કુળને દીકરી તારી જાય,

દિકરી તું શાને થતી પારકી ?


માતા, પિતા, પતિ કેરી, તું તો છે લાડકી,

ઇશ્વરનો અંશ બની, નંદી એની લાડકી,

નારાયણી થઈને પૂજાય,,

દિકરી તું શાને થતી પારકી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational