ત્રણ વાનર
ત્રણ વાનર
પેલા ત્રણ વાનર કેવા ડાહ્યા,
ગાંધી બાપુને મુખે વખણાયા.
પહેલો સમજાવે કાન બંધ કરી ને,
જૂઠું ના સાંભળશો, તન માણસનુ ધરીને.
બીજો સમજાવે બંધ આંખને રાખી,
જૂઠું ના જો જો, ધૂળ જીવનમાં નાખી.
ત્રીજો સમજાવે બંધ રાખીને મોઢું,
જુઠું ના બોલો મુખે કદી કોઈ દિવસ.
ગાંધી બાપુને પ્યારુ રમકડું લાગ્યુ,
"ભાવના" આંખોથી રાખ્યુ ના આઘુ.
