STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

સ્ત્રી અણનમ યોદ્ધા

સ્ત્રી અણનમ યોદ્ધા

1 min
352

મમતાની મૂરત અણનમ હું યોદ્ધા દુઃખોથી ના હારી,

સંયમના તેજે શોભું હું લજ્જા દુઃખોથી ના હારી.


મારગ કાંટાળો તોય ધીરજનો દીવો પ્રગટાવતી હું,

જીવનને ખીલવતી હું ધૈર્યતા દુઃખોથી ના હારી.


પ્રાણોને મુઠ્ઠીમાં રાખી દીધો જન્મ જ આ જીવનમાં,

સંસ્કારો સિંચવતી હું મમતા દુઃખોથી ના હારી.


તેજસ્વી નારીઓના જીવન ચરિત્રો પીઠબળ દેતા,

મન મક્કમ એથી કરતી હું સમતા દુઃખોથી ના હારી.


બે કુળની તારણહારી હું હરિ રહેજે મારો સંગાથી,

એથી દીપાવીશજ કુળ હું શ્રદ્ધા દુઃખોથી ના હારી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational