STORYMIRROR

Parulben Trivedi

Inspirational

3  

Parulben Trivedi

Inspirational

ચંચુપાત

ચંચુપાત

1 min
349

ક્રૂર હૃદય ઓગળશે પ્રેમથી,

ચંચુપાતથી નહીં.


દર્દ દિલનું વિખરાશે સહકારથી, 

ચંચુપાતથી નહીં.


હારેલો ઊભો થાય પ્રોત્સાહનથી,

ચંચુપાતથી નહીં.


ઘર સ્વર્ગ બને સમર્પણથી,

ચંચુપાતથી નહીં.


અવગણ્યું ચંચુપાત ભરતજીએ

તો રામરાજ્ય સ્થપાયું,

ચંચુપાતને ગણવાથી નહીં.


સુખની થાય રેલમછેલ એકતાથી,

ચંચુપાતથી નહીં.


જિંદગી જીવાય ઝિંદાદિલીથી,

ચંચુપાતથી નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational