Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

નહીં ફાવે

નહીં ફાવે

1 min
247


જીવનમાં ત્રાટકી જ્યાં વીજળી લાગ્યું નહીં ફાવે,

ને ધોળા દિનમાં તારા જોઈ ટકવાનું નહીં ફાવે,


ખરાં ટાણે ન મળ્યો સાથ સંગીનો ત્યાં હૈયામાં,

તિમિરને લઈ ગળે ડૂમો રોજ ગળવાનું નહીં ફાવે,


ઉજાસી જ્યાં જીવન થયું ત્યાં ફરી પાછા એ આવ્યા,

પરાણે સ્વાર્થની ફિતરતમાં હસવાનું નહીં ફાવે,


નહીં ફાવે, નહીં ફાવે, કહીં સઘળું જ ફવડાવ્યું,

હું કહું મનની વાત ? વારંવાર ફવડાવું નહીં ફાવે,


સહી સંઘર્ષની વાંછટ ગળી ગયા હાડ તો કેવા !

હવે પ્રીતિની પાંખોને ઊડાવાનું નહીં ફાવે,


ભલે થાતી કસોટી રોજ તલવારની ધારે પણ,

હૃદય મા-બાપનું ક્ષણ પણ દુભાવાનું નહીં ફાવે,


જીવન એના થકી શણગાર લાગે કેમ ? ના જાણું,

ખરે એની ખુશીની વેલ તો સજવું નહીં ફાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational